અનેક રોગોનો અકસીર ઈલાજ છે આમળા પાવડર.

 અનેક રોગોનો અકસીરઈલાજ છે આમળા પાવડર.

 

          આમળા પાવડર તેના અમૃત સમાન ગુણોના કારણે ઔષધિઓમાં શ્રેષ્ઠ ઔષધી ગણાય છે. આમળા આંખો, વાળ અને ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે, તેના બીજા ઘણા ફાયદા પણ છે, જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

https://nisargorganicfarm.com/product/amala-powder-2/

          આમળાંમાં ભરપૂર માત્રામાં વિટામિન-Cવિટામિન-Bકેલ્શિયમઆર્યન, પોટેશિયમ, ફાયબર, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે. આમળામાં વિટામિન-વધુ પ્રમાણમાં હોવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ખુબ જ કારગત સાબિત થાય છે. આમળા હૃદયના રોગ, લોહી, પિત્ત, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસના રોગ, કબજિયાત, છાતીના રોગ, મુત્ર વિકાર જેવી અનેક બિમારીના ઇલાજમાં ખુબ જ લાભદાયી થાય છે. ચાલો જાણીએ આમળાના સેવનથી થતા ફાયદા વિષે માહીતી નીચે આપેલ છે.

 

Nisarg Organic Farm 

Ø એસિડિટી :

એસિડિટીના કિસ્સામાં આમળા ખૂબ જ ફાયદાકારક છે. આમળાનો પાવડર ખાંડ સાથે ખાવાથી અથવા પાણી સાથે પીવાથી એસિડિટીથીમાં રાહત મળે છે. આમળાનો રસ સાકર સાથે પીવાથી પણ એસિડિટીથી છુટકારો મળે છે. આ ઉપરાંત આમળાનો રસ પીવાથી પેટની બધી સમસ્યાઓથી છુટકારો મળે છે. આમળા ખાટા હોવા છતા એસીડીટી માં લાભ કરે છે કારણ કે આમળા પચી જતા તેનો રસ મધુર થ​ઈ જાય છે માટે આમળા એસિડિટીમાં ઉપયોગી છે.

Ø  ડાયાબિટીઝ :

          આમળાં ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. ડાયાબિટીઝની સમસ્યામાં દરરોજ આમળાના રસનું  સેવન કરવાથી ડાયાબિટીઝથી રાહત મળે છે, આમળા બ્લડ શુંગરને નિયંત્રણમાં રાખવામાં અસરકારક છે. જો આમળાનું ચૂર્ણ અને હળદરનું સેવન નિયમિતપણે કરવામાં આવે તો તમારા શરીરની અંદર શુગરનું લેવલ જળવાઈ રહે છે.

Ø  પથરી (Stone) :

આમળાં પથરીની સમસ્યામાં અસરકારક ઉપાય સાબિત કરે છે. આમળાને સૂકવી લો અને અને તેનો પાવડર બનાવો, અને દરરોજ મૂળાના રસમાં આ પાવડર મિક્સ કર્યા પછી ખાઓ. આ પ્રયોગથી થોડા દિવસોમાં જ પથરી ઓગળી જશે અને પેશાબ વાટે નિકળી જશે. દરરોજ એક એક ચમચી સવારમાં આમળાનો પાવડર ખાવાથી પથરી દુર થાય છે. આમળા પથરી કાઢવા માટે ખુબ જ ઉપયોગી છે.

Ø  વજન ઓછુ કરવા : 

આમળાં, હરડે અને બહેડા ત્રણેય ભેળવીને બનાવવામાં આવેલુ ચૂર્ણ ત્રિફળા ચૂર્ણ કહેવામાં આવે છે, તેનું સેવન શરીરથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. રાત્રે ખાવાના 2 કલાક પહેલા અને નાસ્તાથી અડધા કલાક પહેલા ગરમ પાણી સાથે એક અડધી ચમચી ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી પેટની વધારાની ચરબીથી છુટકારો મળી શકે છે.

Ø  લોહીમાં હિમોગ્લોબિન : 

https://nisargorganicfarm.com/product/amala-powder-2/https://nisargorganicfarm.com/product/amala-powder-2/

લોહીમાં હિમોગ્લોબિનની ગેરહાજરી દુર કરવા રોજ આમળાંનો રસ પીવો ખૂબ ફાયદાકારક છે. તે શરીરમાં રક્તકણોને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, અને શરીરમાં  લોહીના પ્રમાણમાં ઘટાડો થવા દેતું નથી.


https://nisargorganicfarm.com/product/amala-powder-2/

Ø  આંખોના રોગો : 

આમળાંમાં વિટામિન-C ની માત્રા વધારે હોય છે. આમળા આંખોનો પ્રકાશ વધારવામાં માટે અમૃત સમાન છે. આ માટે રોજ એક ચમચી આમળાનો પાવડર મધ સાથે લેવાથી ખુબ જ ફાયદો થાય છે. આમળાના પાવડરના નિયમિત સેવનથી મોતિયાની અને રતાંધળાપણાં સમસ્યા પણ દૂર થાય છે.

Ø  ચહેરાના ડાઘ :

ચહેરાના પરના ડાઘોને દૂર કરવા અને તેને સુંદર બનાવવા માટે પણ અમળા ખુબ જ ઉપયોગી છે. અમળાને પીસીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી ચહેરાના પરના ડાઘો દુર થાય છે અને ત્વચા સાફ રહે છે, આ ઉપાયથી ચેહરો ચમકે તથા કરચલીઓ પણ ઓછી થાય છે.

Ø  વાળને કાળા અને ચમકદાર બનાવે : 

આમળાંના સેવનથી વાળ કાળા અને ચમકદાર થાય છે. આમળાને વાળ માટે વરદાન સમાન માનવામાં આવે છે. આમળા વાળનો વિકાસ અને વાળનો ચમકદાર કાળો રંગ બનાવી રાખવામાં મદદ કરે છે. તાજા આમળા ખાવાથી અથવા વાળના મૂળમાં તેનો લેપ લગાવવાથી વાળનો વિકાસ થાય છે અને પ્રાકૃતિક રંગ વાળને મળી રહે છે અને વાળ કાળા અને ચમકદાર બનાવે છે.

Ø કબજિયાત :

કબજિયાતની સમસ્યામાં તમારું પેટ સાફ ન થતું હોય તો દરરોજ એક આમળુ ખાવું અથવા નિયમિત અમળાના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થશે.

Ø અંગદાહ કે બળતરા : 

આમળાનું ચૂર્ણ તથા મોટા બોર તથા ધાણાના ચૂર્ણને ધરોના કે કોથમરીના રસમાં વાટી અંગદાહ પર પાતળો લેપ કરવો. આમળા, સુગંધીવાળો, ચંદન પાવડર, મોથ, ઘઉંનું સત્વ, સરખા ભાગે લઈ, ચૂર્ણ કરી તેમાં ગુલાબ જળ કે પાણી મિલાવી, બળતરાવાળા અંગ પર પાતળો લેપ કરવો. જેનાથી ઠંડક મળશે.

Nisarg Organic Farm Amla Powder




         આમ, આમળાં ખુબ જ ઉપયોગી ઔષધ છે. જેના ઉપયોગથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ જેવી કે લોહીના શુદ્ધિકરણઅસ્થમાપાચનક્રિયાની સમસ્યાઓને ઠીક કરે છે. તમારા માંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે આમળાંનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી બીમારીઓમાં રાહત અપાવે.

આમળા પાવડરમાં મિક્સ કરો આ 1 વસ્તુ, સફેદ વાળથી મળશે ઝડપથી છૂટકારો

            વાળનું સફેદ થવું એ સામાન્ય વાત બની છે. આધુનિક જીવનશૈલીના કારણે વાળ ઝડપથી સફેદ થાય છે. તેનું ખાસ કારણ છે વાળમાં મેલનિનનું પિગ્મેન્ટ. આ જ્યારે બનવાનું ઓછું થાય છે ત્યારે વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. જો તમે આમળા સાથે નારિયેળ તેલ મિક્સ કરીને લગાવશો તો તમને ઝડપથી તમારા વાળમાં ફરક જોવા મળશે.

·         સફેદ વાળને ઝડપથી કાળા કરવા અપનાવલો આ ઉપાય

·         આમળા પાવડરને નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવવાથી થશે લાભ

·         વાળનું મેલનિન પિગ્મેન્ટ ઘટવાથી વાળ થાય છે સફેદ




આ રીતે કરો આમળા અને નારિયેળ તેલનો ઉપયોગ

            સૌ પહેલાં આમળા પાવડર અને નારિયેળ તેલ મિક્સ કરો. તેને 15-20 મિનિટ માટે ઉકાળો. તેને ઠંડું થવા માટે રાખો અને 24 કલાક આમ જ રહેવા દો. અન્ય દિવસે તેને વાળના સ્કલ્પમાં લગાવો. આ મિશ્રણને સતત અઠવાડિયામાં 2 કે 3 વાર વાળમાં લગાવો. લગાવ્યા બાદ હળવા હાથે મસાજ કરો. તેનાથી તે વાળના મૂળમાં જશે અને તમને ફરક જોવા મળશે. 

Comments